વડોદરાનાં હરણી પાણીની ટાંકી પાસે નવી બંધાતી સાઇટનાં પાંચમા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ બિહારનો 23 વર્ષનો અસફાક ફરમાન મોહંમદ હરણી પાણીની ટાંકી પાસે નવી બંધાતી નેસ્ટ હાર્મોનિ નામની સાઇટ પર છેલ્લા બે વર્ષથી કામ કરે છે.
જોકે સેન્ટીંગનું કામ કરતા શ્રમજીવી અસફાક ફરમાન મોહંમદ પાંચમા માળે કામ કરતો હતો. તે દરમિયાન અચાનક તેનો પગ લપસતા તે નીચે પટકાયો હતો જેથી માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. જોકે નવી બંધાતી સાઇટના દરેક માળ પર નેટ બાંધી હતી. પરંતુ, થોડા દિવસો પહેલા સળિયા ચઢાવવા માટે નેટ થોડી ખોલી હતી તે પછી તેઓ નેટ બંધ કરવાનું ભૂલી ગયા હતા અને આ ખુલ્લી જગ્યામાંથી જ શ્રમજીવી નીચે પટકાતા તેનું મોત થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500