Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર લઈને ચોરી કરવા નીકળનાર ચાર ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ

  • July 07, 2022 

વડોદરા શહેરના ગોરવા તેમજ ગોત્રી વિસ્તારમાં થયેલી પાંચ ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી પીસીબીએ સિકલીગર ગેંગના ચાર ઈસમોને ઝડપી પાડયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડભોઇ રોડ પર આવેલી જલારામ નગર વસાહતમાં રહેતો જોહરસીગ દિલીપસીંગ બાવરી પોતાના માણસો સાથે ફોર વ્હીલ ગાડીમાં નીકળી શહેરના કેટલાંક સ્થળોએ ચોરીઓ કરે છે.




જોકે પોલીસે જે સ્થળે ચોરી થઇ હતી તે વિસ્તારનાં સીસીટીવી ફુટેજ ચકાસતા મારુતી એસએક્સ કારની હાજરી મળી હતી. પોલીસે કારનો નંબર ચેક કરાવતા તે કાર જોહરસીંગની માલિકીની જણાઇ હતી. ત્યારબાદ પોલીસે જોહરસીંગ ઉપરાંત તેના ભાઇ મહેન્દ્રસીંગ, અમરસીંગ ઉર્ફે પાપી લોહરસીંગ બાવરી અને બલજીતસીંગ ઉર્ફે બલ્લી લોહરસીંગ બાવરીની ધરપકડ કરી હતી.




આમ, પોલીસ તપાસમાં જોહરસીંગ અને તેનો ભાઇ વડોદરા શહેર, અમદાવાદ, આણંદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોનાં 38 ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસે તેઓની પાસેથી કાર સહિત કુલ રૂપિયા 2.15 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application