વડોદરા હાઇવે ઉપર પરોઢિયે બનેલા અકસ્માતના બનાવમાં પલટી ગયેલી કારમાં ચાર ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે નજીકમાં ફાયર બ્રિગેડનું ઇમરજન્સી સેન્ટર હોવાથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક મદદ મળી હતી. રાજન ગોસ્વામી તેમજ અન્ય ત્રણ યુવકો ગઈ રાતે આણંદથી લાલ રંગની થાર કારમાં સુરત જવા નીકળ્યા હતા.
તેમજ વડોદરાની ગોલ્ડન ચોકડીથી તેઓ આજવા ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે પરોઢિયે ચારેક વાગે કાર ચાલે કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર પર ચડીને પલટી ખાઈ ગઈ હતી. જયારે ધડાકા સાથે કાર પલટીને રસ્તાની નીચે નાળામાં ઉતરી ગઈ હતી. જેથી અંદર બેઠેલા ચારે જણા ઇજાગ્રસ્ત થયા હતા અને ફસાયા હતા. આ તબક્કે કારમાંથી એક જણ બહાર નીકળવા માટે કૂદી પડતા ઊંડા નાળામાં પડ્યો હતો અને ગળાડુબ પાણીમાં ફસાઈ ગયો હતો.
બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતા નજીકના ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરમાંથી સર સૈનિક પ્રભાતભાઇ અને ટીમના માણસો આવી ગયા હતા અને રેસ્ક્યુ શરૂ કર્યું હતું. તેમણે પાણીના નાળામાંથી રાજનભાઈને બહાર કાઢ્યા હતા તેમજ અન્ય ત્રણ જણાને પણ કારમાંથી બહાર કાઢી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. બનાવ અંગે પોલીસે પણ સ્થળ ઉપર આવી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500