ઉધના વિસ્તારમાં નિર્માણના કામકાજ દરમિયાન મોબાઇલ ફોન પર વાત કરતા પટકાયેલા આધેડનું મોત નિપજ્યું હતું. ઉધના ઉદ્યોગનગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી નીચે પટકાતાં મોત નિપજ્યું હતું. જયારે આ આધેડ ઉત્તરપ્રદેશથી 10 દિવસ પહેલા જ સુરત રોજગારી અર્થે આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોથા માળેથી નીચે પટકાતા મૂળ ઉત્તરપ્રદેશનાં રાયબરેલીના 53 વર્ષીય શિવપ્રસાદ રામપાલ 10 દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા.
ઉધના ઉદ્યોગનગર ખાતે આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. શિવપ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળે ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પટકાયા હતા. શિવપ્રસાદ ચોથા માળેથી પટકાતાં સાથી કામદારો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા. જેથી સાથી વતનવાસીઓમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો. શિવપ્રસાદનું મોત થતાં પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. શિવપ્રસાદના મૃતદેહને વતન લઈ જવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application