Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુરીયર-પાર્સલનાં ગોડાઉનમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગતાં નાસભાગ મચી

  • November 28, 2022 

ઉધના-બમરોલી રોડ પર કુરીયર-પાર્સલનાં ગોડાઉનમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઇ હતી. ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ, ઉધના-બમરોલી રોડ પર રાયકા સર્કલ પાસે મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં કુરીયર-પાર્સલનાં ગોડાઉનમાં શનિવારે રાતે અચાનક આગ ભડકી ઉઠી હતી. જયારે જોતજોતામાં આગ ફેલાતા વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડયો હતો. જેના લીધે ત્યાં ભાગદોડ થઇ હતી. આ અંગે ફાયર બિગ્રેડને જાણ થતા મજુરાગેટ અને માનદરવાજા ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. તેમજ પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો.




જોકે ધુમાડો વધુ નીકળતો હોવાથી એક ફાયર ઓફિસર અને ચાર ફાયર જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવા અંદર ગયા હતા. ફાયર જવાનોએ દોઢથી બે કલાક સુધી જહેમત ઉઠાવતા આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ ઇલેકટ્રીક શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાની શક્યતા છે. આગના લીધે 3થી 4 કોમ્પ્યુટર, કુરીયરનાં વિવિધ પાર્સલ સહિતનો જથ્થો, ફર્નિચર, ઓફિસ, કબાટ, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયુ હતુ. બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હોવાનું ફાયર ઓફિસરએ જણાવ્યું હતું. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application