ઉધના રોડ પર ગુરુદ્વારાની ગલીમાં આવેલા કેમિકલનાં ગોડાઉનમાં સવારે આગ ભભુકી ઉઠતા ત્યાં હાજર લોકોમાં ભાગદોડ થઇ જવા પામી હતી. ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી મળેલ વિગત મુજબ, ઉધના મેઇન રોડ પર આવેલી ગુરુદ્વારાની ગલીમાં કેમિકલનાં ગોડાઉનમાં ગતરોજ સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.
જોકે કેમિકલનાં ગોડાઉનમાં ભડકેલી આગને પગલે ભારે ધૂમાડો થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ત્યાં અફડાતફડી અને ભાગદોડ મચી ગઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા મજુરા ગેટ, માનદરવાજા, ભેસ્તાન અને ડિંડોલી ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાના ધટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે દાદર નીચે પુઠ્ઠા સળગતા હતા. જેમાં હાયડ્રો કેમિકલના ડબ્બા આગની ઝપેટમાં આવ્યા હતા. હાયડ્રો કેમિકલ પર રેતી નાંખી આગ પર બુઝાવી રહ્યા હતા.
ત્યારબાદ કેમિકલના ડબ્બા પણ બહાર કાઢયા હતા. જયારે આગ પર સંપુર્ણ કાબુ મેળવવા એક કલાક લાગ્યો હતો. આ ગોડાઉનમાં બ્લિચીંગ પાવડર, બોરીક એસિડ અને હાયડ્રો સહિતના અલગ અલગ કેમિકલ રાખવામાં આવ્યાં હતા. ગોડાઉનમાં કેમિકલ લે-વેચનું કામકાજ ચાલતું હતું. જોકે આ બનાવમાં સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હોવાનું ફાયર સુત્રો જણાવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500