Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ : દેશી દારૂની 98 બોટલો સાથે બે ઈસમો ઝડપાયા

  • January 06, 2021 

ઉચ્છલના કટાસવાણ ગામ નજીકથી બાઈકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને રૂપિયા 19,450/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

 

 

મળતી માહિતી અનુસાર ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે-53 ઉપર પોલીસ નાકા પોઈન્ટ ઉપરથી એક મોટર સાઈકલ નં.જીજે/05/પીસી/4039 ને અટકાવી તપાસ હાથ ધરતા બાઈકના ચોર ખાનામાંથી દેશી દારૂની કુલ બોટલો નંગ 98 જેની કીંમત રૂપિયા 4,450/-ના  દારૂના મુદ્દામાલ સાથે ગણેશભાઈ બાબાભાઈ પવાર(રહે. ખરવાસા, સુરત) તથા ભગતભાઈ અશોકભાઈ નારાયણ(રહે.વિકાસનગર,ઉધના,સુરત) બંને ઇસમોને ઝડપી પાડી દારૂની કીંમત રૂપિયા 4,450/- તથા બાઈકની કીંમત 15 હજાર મળી કુલ રૂપિયા 19,450/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application