મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં નારાણપુર ગામની સીમમાં કરોડ ફાટા પાસેનાં સ્ટેટ હાઈવે ઉપર બોલેરો પીકઅપ ટેમ્પોમાં લીલા મરચા ભરેલ કોથળાની નીચે વગર પાસ પરમીટે ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે મહારાષ્ટ્રનાં બે યુવકો ઝડપાયા હતા. જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી ઉચ્છલ ત્રણ રસ્તાથી નીકળી ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અંગેની પેટ્રોલીગમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રનાં ખાંડબારા તરફથી બોલેરો પીકઅપ ટેમ્પોમાં લીલા મરચા ભરીને તેની નીચે ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને ઉચ્છલ તરફ જનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસોએ નારણપુર ગામની સીમમાં કરોડ ફાટા પાસે સ્ટેટ હાઇવે પર અલગ-અલગ ટીમ બનાવી વોચમાં ઊભા હતા. તે સમયે કરોડ તરફથી સફેદ રંગનો બોલેરો પીકઅપ ટેમ્પો નંબર MH/39/AD/1465 ને આવતા દેખાતા પોલીસે ટોર્ચનાં ઇશારા વડે ચાલકને ઊભું રખાવતા ચાલકે પોતાના કબજાનો બોલેરો પીકઅપ ટેમ્પો સાઈડમાં ઉભો રાખ્યો હતો.
ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ સુકરામ વંતુભાઈ ગાવીત (ઉ.વ.27, રહે.ખાંડેપાડા, નવાગામ, નંદુરબાર, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું તેમજ ચાલકની બાજુમાં બેસેલનું નામ પૂછતા તેણે પોતાનું નામ વિકાસ રૂપાભાઈ ગાવીત (ઉ.વ.23, રહે. ખાંડેપાડા, નવાગામ, નંદુરબાર, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે પીકઅપ ટેમ્પોમાં લીલા મરચા ભરેલા કોથળાઓ હટાવી જોતા નીચેના ભાગે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનાં ખાખી રંગના શીલ બંધ બોક્ષ મળી આવ્યા હતા અને આ બોક્ષમાં ઈંગ્લીશ દેશી દારૂની કુલ 912 નંગ બોટલો મળી આવી હતી.
જોકે પોલીસે વધુ પૂછતા જાણવા મળ્યું હતું કે, આ પ્રોહી મુદ્દામાલનો જથ્થો ભરી આપનાર સુરજ (રહે.શાહદા) જેના પુરાનામ ઠામની ખબર નથી અને પ્રોહી મુદ્દામાલ મંગાવનાર નાના (રહે.કડોદરા) જેના પણ પુરા નામઠામની ખબર નથી જેઓને પોલીસે આ ગુના અંગે વોન્ટેડ જાહેર કર્યા હતા.
આમ, પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 63,840/- અને 2 નંગ મોબાઈલ તથા બોલેરો પીકઅપ ટેમ્પો મળી કુલ રૂપિયા 4,23,840/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી આનંદભાઈ ચૌધરીની ફરિયાદના આધારે ઝડપાયેલ બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500