મોરબીના હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી કારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે 7.96 લાખની કિંમતનું 79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ 41,000, 3 મોબાઈલ ફોન અને કાર સહીત કુલ રૂપિયા 13.48 લાખનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન અમદાવાદથી મોરબી તરફ કારમાં બે ઈસમો મેફેડ્રોન ડ્રગ્સ લઈને આવતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. તેમજ વાહન ચેકિંગ કરતા હોય ત્યારે હળવદ નજીક શક્તિનગર મંદિર સામે રોડ પરથી બ્રેઝા કારને રોકી તલાશી લેતા કારમાંથી કલ્પેશ ઉર્ફે લાલો મધુભાઈ નિમાવત (રહે.ગ્રીન ચોક, મોરબી) અને અહેમદ દાઉદ સુમરા (રહે.વિસીપરા મેઈન રોડ)ને ઝડપી લીધા હતા. આરોપીઓના કબજામાંથી મેફેડ્રોન જથ્થો વજન 79 ગ્રામ 68 મીલીગ્રામ મળી આવતા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂપિયા 7,96,800 રોકડ રૂપિયા 41,000, 3 નંગ મોબાઈલ અને કાર સહીત કુલ રૂપિયા 13,48,800/-નો મુદામાલ કબજે લઈને આરોપીઓ વિરૂદ્ધ હળવદ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500