Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ અને ભરૂચમાંથી લાખો રૂપિયાનાં ડ્રગ્સનાં જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરાઈ

  • November 02, 2023 

ગુજરાતમાં નશાખોરીનો વેપાર બેફામ પણે વધી રહ્યો છે. અમદાવાદ અને ભરૂચમાંથી લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદના બાપુનગરમાંથી 19.41 લાખની કિંમતનું 194 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કરીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયારે ભરૂચના વાલિયા ટાઉનમાંથી 3 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં પોલીસ નશાખોરીને ડામવા માટે સક્રિય થઈ ગઈ છે. ત્યારે S.O.G. ક્રાઇમને બાતમી મળી હતી કે, બાપુનગર પાસેથી ડ્રગ્સ લઇને બે શખ્સો પસાર થવાના છે. બાતમીને આધારે S.O.G.એ આ બંને લોકોને પકડીને તેમની પાસેથી 194 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી લીધુ છે. ડ્રગ્સ સાથે સાદિક ઉર્ફે બાબુ અંસારી અને રૂકસાનાબાનું ઉર્ફે આઇશા અંસારીની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીની પુછપરછમાં સામે આવ્યુ છે કે, તેમને ડ્રગ્સ આપનાર મુંબઇનો વોન્ટેડ આરોપી છે. મુંબઇથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરવાના હતા. બીજી તરફ ભરૂચનાં વાલીયા ટાઉનમાંથી સીઆઈડી ક્રાઈમે દરોડા પાડીને ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. ત્રણ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તેવી પુછપરછ હાથ ધરી છે. જેમાં સંડોવાયેલા અનેક લોકોના નામ સામે આવે તેવી શક્યતાઓ છે. એક રીપોર્ટ પ્રમાણે રાજ્યમાંથી એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News