ભાવનગર જિલ્લામાં એક કરૂણ અકસ્માત સર્જાયો છે. અહીંના વેગા એલોય સ્ટીલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકોની ઓળખ લાલબાબુ તિવારી અને હરેન્દ્ર માંઝી તરીકે થઈ છે, બંને બિહારના રહેવાસી છે. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘાયલની ઓળખ પ્રહલાદ પ્રસાદ તરીકે થઈ છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application