ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ઠુઠંવાય જાય એવી ઠંડી પડી રહી છે, ત્યારે રાજ્યનાં હવામાન વિભાગએ ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ અમદાવાદનાં જિલ્લા કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારો તથા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવ્યા છે. કારણ કે બે દિવસ અગાઉ જ સિધ્ધપુર તાલુકામા ઠંડીને કારણે એક ખેડૂતનું મોત નીપજ્યું હતુ.
હવામાન વિભાગની આગાહી, પ્રમાણે આગામી બે દિવસમાં ઠંડીનો પારો હજુ 2થી 3 ડીગ્રી ગબળવાની સંભાવના છે. આગામી બે દિવસ તાપમાન નીચું રહી શકે છે અને ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતનાં કેટલાક જિલ્લાઓ કે જ્યાં ઠંડીનો પારો 10 ડીગ્રી કરતા નીચે જોવા મળ્યો છે. જયારે વલસાડમાં તાપમાન 8.8 ડિગ્રી, પાટણ 9.4 ડિગ્રી, અમરેલીમાં 9.5 ડિગ્રી, ડાંગમાં 9.6 ડિગ્રી અને રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાનનો પારો પોહોંચ્યો હતો. અમદાવાદમાં સવારનુ તાપમાન 11 ડિગ્રી આજુબાજુ જોવા મળ્યો હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500