Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનાં સોનગઢ અને ઉચ્છલનાં સરકારી દવાખાનામાંથી દિન દહાડે બાઈકની ચોરી

  • March 22, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં કુમકુવા ગામનાં પટેલ ફળિયામાં રહેતા જિજ્ઞેશભાઈ મણિલાલભાઈ ગામીત નાઓની સોનગઢનાં સરકારી દવાખાનાનાં કમ્પાઉન્ડનાં પાર્કિંગમાંથી ગત તારીખ ૧૬/૦૩/૨૦૨૩નાં રોજ ૧૬:૦૦થી ૧૬:૩૦ દરમિયાનનાં સમયગાળામાં પાર્કિગ કરેલ મોટરસાઈકલ નંબર GJ/26/D/4737 જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- છે જેની કોઈ અજાણ્યા ઈસમે ડુપ્લીકેટ ચાવી લગાવી ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે અંગેની ફરિયાદ જિજ્ઞેશભાઈ ગામીત નાએ સોનગઢ પોલીસ મથકે તારીખ ૨૧/૦૩/૨૦૨૩નાં રોજ નોંધાવી હતી.






જયારે બીજા બનાવામાં ઉચ્છલનાં પટેલ ફળિયામાં રહેતા જોહનભાઈ જશવંતભાઈ ગામીત નાઓ તારીખ ૨૦/૦૩/૨૦૨૩નાં રોજ ઉચ્છલ સરકારી હોસ્પિટલમાં પલ્મબરીંગનું કામ કરવા માટે ૧૩:૦૦થી ૧૪:૦૦નાં સમય ગાળામાં આવ્યા હતા. જોકે આ સમયગાળામાં પાર્ક કરેલ હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ નંબર GJ/26/F/4056 જેની આશરે કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-ની કોઈ અજાણ્યો ચોર ઈસમ સ્ટેરીંગ હેન્ડલનું લોક તોડી મોટરસાઈકલ ચોરી કરી ફરાર થઈ જતા ઉચ્છલ પોલીસ મથકે જોહનભાઈ ગામીત નાઓએ મંગળવારનાં રોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application