Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલનાં દરોડા : લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, કુખ્યાત બુટલેગર સહીત ૧૦ વોન્ટેડ

  • December 19, 2024 

સોનગઢના જંગલ વિસ્તારનાં હિંદલામાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રનીંગ રેડ કરીને મહારાષ્ટ્રથી દારૂ ભરીને આવતી ત્રણ કારોને આંતરી હતી. જેમાં બે કારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે બુટલેગર ઝડપાઈ ગયા હતા. આ રેડમાં દારૂ ભરેલી એક સ્વીફ્ટ કાર બુટલેગર લઈ ભાગી ગયો હતો. પોલીસે દારૂની હેરાફેરીના આ ગુનામાં તાપી જિલ્લાના કુખ્યાત બુટલેગર મુન્ના ગામીત સહિત ૧૦ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સોનગઢનાં જંગલ વિસ્તારનાં ઓટા રોડ પર હિંદલા ગામે ઝાંખરી નદીનાં પુલ પર ત્રણ કારો આંતરી હતી.


તેમાં એસક્રોસ કાર નંબર જીજે/૦૫/જેએસ/૮૦૦૮ અને સ્વીફ્ટ કાર જીજે/૧૫/સીએન/૧૬૮૩માંથી પોલીસને રૂપિયા ૪,૩૧,૧૬૦/-ની કિંમતની ૩,૩૭૨ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જોકે બે કાર પૈકી એક કારનાં ચાલક ધર્મેશ ઠાકોરભાઈ ગામીત  (રહે.તાડકુવા,વ્યારા) અને હેલ્પર રાહુલ જયંતીભાઈ ગામીતને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે સ્વીફ્ટ કારનો ચાલક પ્રકાશ ગામીત અને હેલ્પર દિલેશ નગીનભાઈ ગામીત ભાગી છુટવામાં સફળ રહ્યાં હતા. તે દરમિયાન પોલીસની રેડમાંથી જીજે/૨૧/એજી/૩૭૫૬ નંબરની દારૂ ભરેલી કાર લઈને તેનો નગર પોલીસ સ્ટે ચાલક મનીષ ઉર્ફે મુન્નો ગામીત અને હેલ્પર સૈનેશ ચંપકભાઈ ગામીત પણ ભાગી છુટવામાં સફળ રહ્યાં હતા.


ઝડપાયેલા બે બુટલેગરો પાસેથી પોલીસને આ વિદેશી દારૂની લાઈન ચલાવનાર વ્યારાનો કુખ્યાત બુટલેગર મુકેશ ઉર્ફે મુન્નો અશ્વિનભાઇ ગામીત હોવાનું જાણવા મળ્યું હતું. મુન્નો ગામીત દારૂ પકડાયો તે સમયે પાયલેટિંગ કરતો હતો. આ દારૂ કોઈ નીતા નામની મહિલાએ મંગાવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. જોકે ચર્ચા મુજબ તાપી જિલ્લામાં મુન્નાનો જ દારૂ કાર્ટીગ થતો હોવાથી આ દારૂ મુન્નાનો જ હોવાની શકયતા વધુ છે. દારૂનાં જથ્થાને મહારાષ્ટ્ર બોર્ડર પરથી મોકલનાર પંકજ સોનવણે અને તેને ભરી આપનાર ઈસમ ઉપરાંત પકડાયેલ બંને કારના માલિકો મળી ખુલ્લે ૧૦ વ્યક્તિને આ ગુનામાં પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુલ્લ રૂપિયા ૧૪,૪૧,૧૬૦/-ની કિંમતનો મુદ્દામાલ સાથે બે બુટલેગરોને સોનગઢ પોલીસને હવાલે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application