Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કીમનાં ધામરોડ પાસેથી મોબાઈલ ફોન સ્નેચીંગ કરનાર બે ઝડપાયા

  • November 30, 2024 

સુરત જિલ્લાનાં કીમનાં ધામરોડ પાસે રિક્ષાનો ચાલક અને તેના સાગરીતે ટ્રક ચાલકનાં હાથમાંથી મોબાઈલ ફોન સ્નેચીંગ કરી ફરાર થઇ ગયા હતા. જે બંને ઈસમો રિક્ષા લઈ કામરેજથી કટોદરા તરફ જઈ રહ્યા હોવાની એલ.સી.બી. પોલીસને બાતમી મળતા નાકાબંધી કરી રીક્ષા ચાલક મોહમદઉમર યાસીન શેખ તથા તેની સાથે રિક્ષામાં બેસેલા મોહમદ સહેજાદ ઉર્ફે પપ્પુ યાસીન શેખને દબોચી લઈ બંનેની તપાસ કરતા સ્નેચીંગમાં ગયેલ મોબાઈલ તથા ખિસ્સા કટીંગ માટે બ્લેડો મળી આવી હતી. આમ, પોલીસે રિક્ષા અને મોબાઈલ કુલ રૂપિયા ૧,૦૬,૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application