વન અને પર્યાવરણ રાજયમંત્રી દ્વારા ઓલપાડ તાલુકા પંચાયત ખાતે ઓરમા ગ્રુપ ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયતના ૧૫ નાણા પંચમાંથી રુ.૬.૯૯ લાખના ખર્ચે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનનું લોકાર્પણ કરાયું હતું. ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાથી લોક સુવિધામાં વધારો થવા સાથે ગામમાં સ્વછતા જળવાશે. દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનથી આજે દરેક ગામોમાં સ્વચ્છતાની ગુંજ ફેલાઈ રહી છે ત્યારે ડોર ટુ ડોર કચરાના કલેક્શનથી ગ્રામજનોને ઉત્તમ સુવિધાનો લાભ મળશે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, ઓરમા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application