મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં અંધાત્રી ગામનાં આશ્રમ ફળીયામાં નહેર પાસે મુંબઈથી નીકળતા વરલી મટકાનો પૈસા વતી હારજીતનો જુગાર રમી રમાડતા ત્રણ જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૨/૧૦/૨૦૨૪નાં રોજ બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, અંધાત્રી ગામનાં આશ્રમ ફળિયામાં નહેર પાસે એક ઈસમ આવતા જતા લોકો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો વડે પૈસા વતી હારજીતનો જુગાર રમે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં લીમડાના ઝાડ નીચે પાથરણું પાથરી જુગાર રમી રમાડતા ત્રણ જુગારીઓ ઝડપાયા હતા. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો સહીત ત્રણેય આરોપીની અંગઝડતી કરતા રોકડ રૂપિયા ૨,૯૦૦/- તથા એક લાકડાનું પાટિયું, બોલપેન તથા ચાર પ્રિન્ટેડ બુક અને કાર્બન પેપરનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ હરી હતી. જયારે પોલીસ રેઈડ જોઈ સ્થળ ઉપરથી ભાગી છુટેલ સાહિલ જેના પુરાનામની ખબર નથી તેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
જુગાર રમતા ઝડપાયેલ ત્રણ જુગારીઓ...
૧.પ્રભાત કુબેરભાઈ ચૌધરી (રહે.અંધાત્રી ગામ, આશ્રમ ફળિયું, વાલોડ),
૨.વિરસીંગ મદારીભાઈ ઢોડીયા પટેલ (રહે.બેડારાયપુરા ગામ, પથ્થર ફળિયું, ડોલવણ),
૩.ફતેસીંગ હરસિંગભાઈ ઢોડીયા પટેલ (રહે.બેડારાયપુરા ગામ, તાડ ફળિયું, ડોલવણ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500