મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં કણજોડ રોડ ઉપર રાનવેરી ગામે ટપાલી ફળિયામાં બસ સ્ટેન્ડથી આગળ બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં ત્રણ જણા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડનાં કણજોડ ગામનાં નદી ફળિયામાં રહેતા દ્રષ્ટિકભાઈ મનીષભાઈ ચૌધરી અને નીરવભાઈ ધનસુખભાઈ ચૌધરી (રહે.કણજોડ ગામ, નદી ફળિયું, વાલોડ)નાંઓ ગત તારીખ ૧૬/૧૦/૨૦૨૪નાં રોજ બાઈક નંબર જીજે/૨૬/કે/૦૫૯૯નાં ચાલક વિકાસભાઈ ધનસુખભાઈ ચૌધરી (રહે.કણજોડ ગામ, નદી ફળિયું, વાલોડ) વાલોડથી કણજોડ ગામ ઘરે જવા માટે નીકળ્યા છે.
તે સમયે રાનવેરી ગામ પાસે ટપાલી ફળિયા પાસે બસ સ્ટેન્ડ આગળ આવતા સામેથી બાઈક નંબર જીજે/૨૧/એન/૧૭૪૧નાં ચાલક પાર્થિકભાઈ સુરેશભાઈ પટેલ (રહે.અલગટ ગામ, તા.વાલોડ)એ પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વિકાસભાઈની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દ્રષ્ટિકભાઈને ડાબા પગે ઘૂંટણથી નીચે સાધારણ ઈજા પહોંચી હતી તેમજ વિકાસભાઈ ચૌધરી નાંઓને મોઢામાં નીચેનું જડબાના ભાગે તથા ઘૂંટણનાં ભાગે તથા ખભાના ભાગે ફેકચર થયું હતું અને નીરવભાઈ ચૌધરીને કમરના ભાગે તથા ડાબા પગે સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવ અંગે દ્રષ્ટિકભાઈ ચૌધરીનાંએ વાલોડ પોલીસ મથકે બાઈક ચાલક પાર્થિવભાઈ પટેલનાં સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500