મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર આવેલ ગિરનાર સ્ટોન કવોરી પાસે મોપેડ બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં બાઈક પર સવાર ત્રણેય જણાને શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝરનાં સાયલી ગામમાં રહેતા સાવનભાઈ સુરમાભાઈ પાડવી નાંઓ ગત તારીખ ૨૬/૧૧/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની ડ્યુટ મોપેડ બાઈક નંબર જીજે/૧૬/ડીજે/૮૩૫૦ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી જઈ રહ્યા હતા.
તે સમયે સોનગઢનાં સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર આવેલ ગિરનાર સ્ટોન કવોરી પાસે પોતાની કબ્જાની મોપેડ બાઈકનાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોપેડ બાઈકને રોડની સાઈડમાં ઉતારી દેતાં તારની ફેસિંગ સાથે અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મોપેડ બાઈક ચાલક સાવનભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા અને પગમાં સામાન્ય ઈજા પહોંચી હતી તેમજ બાઈક પાછળ બેસેલ જીગ્નેશ વસંતભાઈ ગામીત (રહે.માળગામ, કારભારી ફળિયું, સોનગઢ)ને બંને ગાલ પર અને ડાબા પગમાં ઈજા પહોંચી હતી જયારે વિશ્વાસભાઈને કપાળ પર તેમજ જમણા હાથમાં આંગળીઓ પર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે વસંતભાઈ અજનિયાભાઈ ગામીત (રહે.માળગામ, સોનગઢ)નાંએ સોનગઢ પોલીસ મથકે મોપેડ બાઈક ચાલક સાવનભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500