મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધમકી ભર્યો ફોન આવવાથી હડકંપ મચી ગયો છે. આ ફોન આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના નામથી મોડી રાત્રે આવ્યો હતો. ધમકી ભર્યો કોલ આવ્યા બાદ મુંબઈ પોલીસ સહિત બીજી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ પોલીસ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે એરપોર્ટ પર સોમવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે ધમકી ભર્યો આવ્યો હતો.
જોકે ફોન કરનારા વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહમદ શેખ અને પોતાને ઈન્ડિયન મુજાહિદ્દીનનો સદસ્ય ગણાવ્યો હતો. ધમકી ભર્યો ફોન કરનાર વ્યક્તિ પોતાનો પરિચય આપ્યા બાદ કોઈ કોડ વર્ડનો ઉપયોગ કરી શંકાસ્પદ વાતો કરી રહ્યો હતો. ત્યારબાદ આની જાણકારી મુંબઈ પોલીસને આપવામાં આવી. જાણકારી મળ્યા બાદ એરપોર્ટની તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે અને મુંબઈનાં સહાર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 505(1) હેઠળ કેસ દાખલ કરીને પ્રક્રિયા શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application