ઓસ્કર સેરિમનીમાં 'RRR'નાં ગીત 'નાટુ નાટુ'નું લાઈવ પરફોર્મન્સ થવાનુ છે. આ ગીતને આ ગીતના સિંગર્સ રાહુલ સિપ્લિગંજ અને કાલ ભૈરવ પરફોર્મ કરવાના છે. આ ગીતનું મ્યુઝિક એમએમ કીરાવનીનું છે. કાલા ભૈરવ કિરાવનીનો જ પુત્ર છે. ‘નાટુ નાટુ’ ગીતને ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર પર ફિલ્માવામાં આવ્યુહતું. બનેનાં ડાન્સ અને કમાલની એનર્જીએ દરેકને પ્રભાવિત કર્યા છે. શોના પ્રોડયુસર્સે જણાવ્યું હતુ કે, રાહુલ અને કાલા લોસએન્જલસના ડોલ્બી થિયેટરમાં આ ગીતનું લાઇવ પરફોર્મ કરવાના છે.
ઓસ્કર માટે આ ગીતની ટક્કર બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં રિહાના, લેડી ગાગા, મિટસ્કી, ડેવિડ બ્યારનને ડાયને વારેનથી સાથે થવાની છે રિહાના પણ પોતાનું ગીત રજૂ કરવાનું છે. ઉલ્લેકનીય છે કે, નાટુ નાટુ ગીતનું શૂટિંગ યુક્રેનનાં રાષ્ટ્રપતિનાં મહેલમાં કરવામાં આવ્યુ હતું. એ જ દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની શરૂઆત થતાં ફિલ્મની ટીમ યુક્રેનમાં ફસાઇ ગઇ હતી. રામ ચરણ અને જુનિયર એનટીઆરે આ ગીત માટે લગભગ એક મહિના સુધી રીહર્સલ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500