Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં બેડી ગામે ભાઈ-બહેન વચ્ચે જમીન બાબતે થયેલ ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો

  • April 03, 2024 

સોનગઢ તાલુકાનાં બેડી ગામે આવેલ ખાતા નંબર 216, બ્લોક નંબર 186 વાળી ખેતીની જમીન પ્રિયંકાબેન અમિતભાઈ ગામીતની દાદી બાલુબેન વીરીયાભાઈ ગામીતનાં નામે આવેલ છે આ જમીન પૈકીની ત્રણ ક્યારી બાલુબેનને ખેડવા માટે અને એક ક્યારી પ્રિયંકાબેનને ખેડી ખેતી કરવા મળી છે. બાલુબેન (ઉ.વ.70) પ્રિયંકાબેન સાથે રહેતા હોવાથી તેમના ભાગની જમીન પ્રિયંકાબેન ખેડવા માટે જતા તેમના ભાઈ જોનીયલભાઈ ગમનભાઈ ગામીતે ખેતર ખેડવા અટકાવી હતી.


આ સમયે બંને ભાઈ-બહેન વચ્ચે બોલાચાલી થઈ હતી આ ઝઘડો અદાવત રાખી ગત તારીખ 28/03/2023નાં રોજ જોનીયલભાઈ ગામીત સાંજના સમયે પ્રિયંકાબેન ગામીતના ઘરે ગયો હતો અને, ‘તને તો અહીં રહેવા દેવાની નથી’ કહી પ્રિયંકાબેનના ઘરના ભીતનાં નળિયા તોડી રૂપિયા 15,000/-નું નુકસાન પહોંચાડ્યું હતું સાથે પ્રિયંકાબેન અને તેની દાદી બાલુબેન સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન ધક્કો મારી જમીન પર પાડી દેતા પ્રિયંકાબેન ગામીતને ઇજાઓ પહોંચી હતી જેથી આ બાબતે પ્રિયંકાબેન ગામીતે જોનીયલભાઈ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application