વ્યારામાં લેબ ઓફિસમાં કોમ્પ્યુટર સામાન વિગેરેની ચોરી કરનાર શખ્સને તાપી જિલ્લા લોકલ કાંઈમ બ્રાંચએ ઝડપી પાડયો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારાનાં પાનવાડી ખાતે તારીખ ૧૩/૧૧/૨૦૨૪નાં રોજ ગ્લોબલ એન્જિનિયરિંગ એન્ડ જીઓ ટેકનીકલ સર્વિસીસ એલ.એલ.પી. મટીર્યલ ટેસ્ટીંગ લેબ ઓફિસનો પાછળનો દરવાજો તોડી ચોર ઓફિસમાંથી કોમ્પ્યુટરનો સામાન, મોબાઇલ અને સ્માર્ટ વોચ મળી કુલ રૂપિયા ૨૩,૩૦૦/-નો મુદ્દામાલ ચોરી ગયો હતો. જે ચોરી અંગે તાપી જિલ્લા એલ. સી.બી.ને ખાનગી બાતમીદારો રોકી તપાસ શરૂ કરી હતી જેમાં એલ.સી. બી.નાં અ.હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઈને ખાનગી રાહે ચોરની બાતમી મળી હતી જેથી પોલીસે ગુન્હામાં સંડોવાયેલ અને ચોરીવાળી જગ્યાની પાછળનાં ભાગે આવેલી શાંતિલાલ પટેલની ખેતરની વાડીમાં રહેતો આરોપી મગનભાઈ મંછુભાઇ માહલા (ઉ.વ.૪૮., મુળ રહે.ધાકમાળ ઉપલું ફળીયું, તા.વાંસદા,જિ.નવસારી)નાંને ઝડપી પાડી રૂપિયા ૨૩,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application