Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરનાં વિવાદ બાદ, રાજ્ય સરકારે પણ ચાર વિકલાંગ IAS અધિકારીઓ સામે તપાસ શરૂ કરી

  • July 20, 2024 

મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકર સતત વિવાદમાં છે. તેની સામે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો આરોપ છે. ત્રણ દિવસ પહેલા જ પૂજા ખેડકરની ટ્રેનિંગ રદ કરી દેવામાં આવી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે પણ ચાર વિકલાંગ IAS અધિકારીઓ સામે તપાસ શરૂ કરી છે. આ અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રોની રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


તપાસ બાદ રાજ્ય સરકાર તેનો રિપોર્ટ UPSPને મોકલવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જે અધિકારીઓની સામે તપાસ કરવામાં આવી રહી છે તેઓ વિકલાંગતા પ્રમાણપત્ર દ્વારા IASમાં પસંદગી પામ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ચાર IAS સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાંથી ત્રણ જુનિયર અને એક વરિષ્ઠ સ્તરના અધિકારીઓ છે. પૂજા ખેડકર વિવાદ બાદ ગુજરાત સરકાર આ મામલે ઘણી સતર્ક દેખાઈ રહી છે.


એક અહેવાલ મુજબ મુખ્યમંત્રી કાર્યાલયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં કોઈ શંકા ન રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર પ્રાથમિક તપાસ બાદ ચાર IAS અધિકારીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમના વિકલાંગતા પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે એક વરિષ્ઠ IAS અધિકારીએ ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું.


પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઓફિસરને હાલમાં કોઈ વિકલાંગતા નથી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ કેસમાં એવી સંભાવના છે કે સંબંધિત અધિકારીએ જ્યારે તેમની સેવા શરૂ કરી ત્યારે તે વિકલાંગતાથી પીડિત હોઈ શકે છે, જે સમય જતાં ઠીક થઈ ગયો હશે, પરંતુ સાચી હકીકત તો સંપૂર્ણ તપાસ પછી જ બહાર આવશે. પૂજા ખેડકર UPSC પરીક્ષામાં ઓબીસી અને દ્રષ્ટિબાધિત ઉમેદવાર હતા. આ સાથે માનસિક બીમારીનું પણ પ્રમાણપત્ર આપ્યું હતું. UPSCએ એપ્રિલ 2022માં પૂજાને દિલ્હી એઈમ્સમાં હાજર થવા માટે કહ્યું હતું, જેથી તેમની વિકલાંગતા પ્રમાણિત કરી શકાય. જોકે તે તપાસ માટે હાજર જ નહોતા થયા. એટલું જ નહીં, ત્યાર પછી પણ પૂજા ખેડકરે સળંગ છ વખત તપાસ માટે હાજર થવામાં આનાકાની કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News