Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જૂનાગઢનાં ગીરનાર પર્વત પર ભારે પવન ફુંકાતા મેનેજમેન્ટ તરફથી રોપ-વે સેવા હાલ સ્થગિત કરાઈ

  • January 27, 2023 

ગુજરાતમાં હાલ ઠંડીનુ જોર વધ્યું છે ત્યારે ગીરનાર ગયેલા યાત્રાળુઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહી રહ્યો છે. હાલ ગીરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાને કારણે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ રોપ-વે સેવા બંધ કરી દેવાઈ છે અને હાલ યાત્રાળુઓએ પગપાળા ગીરનાર ચઢવો પડી રહ્યો છે. જયારે સવારથી જ ગિરનાર માતાના દર્શને આવેલા લોકોને ભારે પવને પગથિયાં ચડવા મજબૂર કર્યા છે.




હાલ જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે, હાલ ગીરનાર પર્વત પર 60 કિમી પ્રતિ કલાકનાં વેગે પવન ફૂંકાઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને હાલ મેનેજમેન્ટ તરફથી રોપ વે સેવા હાલ સ્થગિત કરી દેવાઈ છે અને જ્યાં સુધી પવનનુ જોર ઓછુ નહી થાય ત્યાં સુધી રોપ-વે શરૂ થવાની પણ શક્યતા નહિવત રહેલી છે.




આ નિર્ણય ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જોકે આ રોપ-વે સેવા અચોક્કસ મુદત માટે સ્થગિત કરાઈ હોવાથી યાત્રાળુઓ ગીરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા હતા અને આ પહેલીવાર નથી કે જયારે રોપ વે સેવા સ્થગિત થઇ હોય,  આ પહેલા પણ ભારે પવન અને વરસાદના લીધે પણ ઘણા દિવસો સુધી ગિરનાર રોપ-વે સેવા બંધ સ્થગિત થઈ છે. 



હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ઠંડી યથાવત રહેશે. હાલ ગુજરાતીઓ ઠંડી સાથે પવનનો પણ અનુભવ કરી રહ્યા છે. આ સાથે ગુજરાતીઓ ઠંડા પવનનો પણ અનુભવ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે જે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ ઠંડીમાં વધારો થઈ શકે છે. ગીર-જુનાગઢ ગાઢ જંગલોથી ઘેરાયેલું હોવાના લીધે અહીં અવાર-નવાર પવન વધુ વેગે ફૂંકાતો હોય છે. અને ચોમસામાં પણ વરસાદનુ વધુ પ્રમાણ હોવાના લીધે રોપ-વે બંધ રાખવાની ફરજ પડે છે અને શ્રદ્ધાળુઓને તકલીફનો સામનો કરવો પડતો હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application