Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં 11 મહિનાનાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીનું નોટિફિકેશન જારી : ઓનલાઇન અરજી તારીખ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી કરી શકાશે

  • July 28, 2024 

રાજ્યમાં જ્ઞાન સહાયકની ભરતીમાં TET-TAT પાસ ઉમેદવારોનાં વિરોધ સામે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન સહાયકની ભરતીના નોટિફિકેશનમાં ભરતી સંબંધિત પગારધોરણ, લાયકાત સહિતની જાણકારી આપવામાં આવી છે. કરાર આધારિત ભરતી માટે તારીખ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.


રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હેઠળ માધ્યમિ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની અછત પૂરી કરવા માટે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકને ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકને લઈને અલગ-અલગ પગારધોરણની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જ્ઞાન સહાયક માધ્યમિક માટે મહિને 24000 રુપિયા અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે મહિને 26000 રુપિયાના પગારધોરણની જોગવાઈ છે. જ્ઞાન સહાયક ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માટે માધ્યમિકમાં 40 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષ વય મર્યાદા રાખવામાં આવી છે. જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયામાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવા રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application