ડાંગ જિલ્લાનાં આહવા પી.ડબ્લ્યુ.ડી. કોલોની રિમાન્ડ હોમની પાછળ રહેતા રવીન્દ્ર (બાળુ) કાશીનાથ માળીએ રવિવારની સાંજે અચાનક ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જયારે રવીન્દ્ર માળીની પત્ની જતી રહેતા છેલ્લા ત્રણેક વર્ષથી એકલા જ રહેતા હતા ત્યારે રવિવારના રોજ રાત્રે નવેક વાગે તેમના મોટા ભાઈ અશોક માળી તેમને જમવા માટે બોલાવવા માટે ગયા ત્યારે દરવાજો ખુલ્લો હતો.
પરંતુ પરદો લગાવેલો હતો. અશોકભાઈએ રવીન્દ્રને બૂમ મારી પરંતુ કોઈ જવાબ ન મળતા તેમણે પડદો સરકાવી જોયું તો રવીન્દ્ર દરવાજા પાસે છતની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને અશોકભાઈએ બૂમાબૂમ કરીને પરિવાર અને આજુબાજુનાં લોકોને બોલાવ્યા હતા. જ્યારે બધા લોકો દોડી આવ્યા ત્યારે રવીન્દ્રભાઈ ઘૂંટણિયે જમીન પર લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ કરાતા આહવા પોલીસ મથકના પી.આઈ. ડી.કે.ચૌધરી તથા પી.એસ.આઈ. એ.એચ.પટેલની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પરથી લાશનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ
April 03, 2025ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું
April 03, 2025કામરેજનાં શેખપુર ગામમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો
April 03, 2025ઉચ્છલના મીરકોટથી અને ઉકાઈ વર્કશોપમાંથી બોગસ ડોકટર ઝડપાયા
April 03, 2025