Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈલેકટ્રીક શોકથીસિંહણનું મોત સરપંચ પુત્ર સહિત જેલહવાલે

  • August 17, 2022 

ધારી ગીર પૂર્વના જસાધાર રેંજના ઉટવાડા ગામના રેવન્યુમાં ખેડૂતની વાડીમાં સ્થાનિક સરપંચ પુત્ર અને ખેડૂતના ભાગીદાર દ્વારા પાડોશીની વાડીમાં આવેલ ટી.સી માંથી પોતાના ખેતરની ઓરડીમાં લાઈટ કરવા તાર ખેચેલ હોય જે તાર લક્ષ્મણભાઈ શેલાનાંની વાડીની સિંગ તાર સાથે અડી જવાથી ફેન્સિંગમાં શોટ લાગવાથી પાંચથી નવ વર્ષની સિંહણનું મોત નિપજતા વનવિભાગ અને પીજીવીસીએલ વિભાગ દ્વારા ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી અને વન વિભાગ દ્વારા ખેડૂત સરપંચ પુત્ર અને ભાગીદારની પૂછપરછ કરી ધરપકડ કરી હતી.




બાદ વન વિભાગ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતા બાદ આરોપીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને જૂનાગઢ જેલ હવાલે કર્યા હતા ધારી ગીર પૂર્વના વન વિભાગના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા અને એસીએફ ત્રિવેદીના માર્ગદર્શનથી જસાધાર આરએફઓ ભરવાડ તેમજ ફોરેસ્ટર વીરાભાઇ સહિત જસાધાર ટીમ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને ઉટવાડા ગામે વાડી ખેતર ની આસપાસ સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું.વાડીમાં ઉંટવાડા ગામના સરપંચ પુત્ર અને તેમના ભાગીદાર દ્વારા ઇલેક્ટ્રીક શોટ મૂક્યું હોવાનું ખુલતા વન વિભાગ દ્વારા લખમણ બીજલ સોલંકી.પ્રવિણસિંહ જોરૂભા ગોહિલની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી આરોપીને કોર્ટમા મૂકતા આરોપીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદઆરોપીને જૂનાગઢ જેલ હવાલે કરેલ હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application