Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારે બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં વેચવાની જાહેરાત કરી

  • January 27, 2023 

મોંઘવારીથી પીડાતી સામાન્ય જનતા માટે મહત્વના સમાચાર છે. કારણ કે ઘઉંના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. વ્યાપારી સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સરકારે ઓપન માર્કટમાં 30 લાખ ટન ઘઉં વેચવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ઘઉં અને ઘઉંના લોટની કિંમતમાં 4 થી 6 રુપિયાનો ઘટાડો આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર ઘઉં અને ઘઉંના લોટના ભાવ સતત વધી રહ્યા છે. જેથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાતું જાય છે.




ઘઉં અને ઘઉંના લોટના ભાવને નિયંત્રણ કરવા માટે સરકારે બુધવારે એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમા સરકારે તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં વેચવાની જાહેરાત કરી છે. આ ઘઉને ભારતીય ખાદ્ય નિગમ (FCI) દ્વારા આગામી 2 મહિનામાં અલગ અલગ માધ્યમો દ્વારા વેચવામાં આવશે. સરકારે તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં વેચવાની જાહેરાત કરી છે.




સરકાર આ ઘઉંને લોટ બનાવતી કંપનીઓને ઈ-નીલામી દ્વારા વેચાણ કરશે. અને આ ઘઉંનો લોટ બનાવી સામાન્ય જનતાને વધારેમા વધારે 29.50 રુપિયાની કિંમત સુધી વેચવા માટે એફસીઆઈને પબ્લિક સેક્ટર યુનિટ્સ, સહકારી સંઘ અને અન્ય સંસ્થાઓને 23.50 રુપિયા પ્રતિ કિલો પ્રમાણે આપવામા આવશે. જોકે હાલમાં ઘઉંના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના ઓછી છે. અને 2023-24માં  એપ્રિલથી માર્ચ ઓછામા ઓછી કિંમત 21.25 રુપિયા પ્રતિ કિલોથી ઉપર જવાની સંભાવના નથી.



બજાકના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કેન્દ્ર સરકારે 2023-24 માટે એમએસપીથી વધારે બોનસની ઘોષણા નથી કરતાં ત્યા સુધી નવા સત્રમાં દરમ્યાન સરકારના ભંડારને ફરી ભરવા માટે કેન્દ્ર સરકાર માટે થોડુ અઘરુ થઈ શકે છે. જોકે બીજા લોકોનુ માનવું છે કે, એક છે એકવાર નવો પાક બજારમાં આવવાની શરુ થઈ જશે તે પછી મધ્યપ્રદેશ સિવાય બધા ઉત્પાદક રાજ્યોમાં ઘઉંની કિંમત એમએસપીથી નીચે આવી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News