બિહાર સરકારનાં પૂર્વ મંત્રીનાં પિતાની હત્યા કરી દેવામાં આવી છે. હાલ આ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી. બિહારના દરભંગામાં વિકાસશીલ ઈન્સાન પાર્ટીનાં વડા તેમજ રાજ્ય સરકારનાં પૂર્વ મંત્રી મુકેશ સાહનીનાં પિતા જીતન સાહનીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. દરભંગાના SSPએ આ હત્યાની પુષ્ટિ કરી છે. સુત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી છે.
જોકે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, મુકેશ સાહની VIP પાર્ટી ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં સામેલ થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ડીલ મૂળ તો મુકેશ સાહની અને RJD વચ્ચે થઈ હતી. ચૂંટણી પહેલા મુકેશ સાહની અને તેજસ્વી યાદવનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બંને હેલિકોપ્ટરમાં માછલી ખાતા હતા. નવરાત્રિ દરમિયાન વીડિયો શેર કરવાને કારણે ભારે હોબાળો મચી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application