Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : રૂપિયા 48 લાખનાં ડ્રગ્સ સાથે ક્રાઈમ બ્રાંચે એકને ઝડપી પાડ્યો

  • October 28, 2023 

બિહારમાં જેલમાં કેદ સુબોધસિંગ દ્વારા ચલાવાતા ડ્રગ્સ નેટવર્કના આધારે સુરતમાં એમ.ડી. ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા પેડલરને પોલીસે પકડી પાડ્યો હતો. સુરત પોલીસે ઉધના સ્ટેશન નજીકથી જ આ પેડલર ઉજ્જવલકુમાર શર્માને દબોચીને તેની પાસેથી 48 લાખ રૂપિયાનું 487.280 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે લીધું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બિહારના નાલંદા જિલ્લાના વતની સુબોધસિંગ નામનો શખ્સ ચોરી અને લૂંટ જેવા ગુનામાં બિહારથી બેઉર જેલમાં કેદ છે. સુબોધસિંગ જેલમાંથી ડ્રગ્સનો વેપલો ચલાવે છે. ટેલિગ્રામ એપ ઉપર તે સુરતના મનોજ રાય નામના શખ્સ સાથે સંપર્કમાં છે.



આ સુબોધસિંગે ઉજ્જવલકુમાર શર્મા નામના પેડલરને બિહારથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈ સુરતમાં રહેતા મનોજ રાયને પહોંચડવા માટે મોકલ્યો હતો. ઉજ્જવલકુમાર ટ્રેનમાં બેસીને ઉધના રેલવે સ્ટેશન આવ્યો હતો. આ હકીકતના આધારે વોચ ગોઠવીને ડ્રગ્સના જથ્થા સાથે તેને રેલવે સ્ટેશન નજીક ઉધના ઉદ્યોગનગરના રોડ નંબર-2 ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બિહારના પટના જિલ્લાના દુલ્હન થાનાના ઉજ્જવલકુમાર ઉમેશ શર્માને ઝડપી લીધો હતો. તેની પાસેથી 487 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો તો ઝડપી લીધો હતો. સાથે જ ઓરેન્જ, ગ્રીન, પર્પલ કલરની શંકાસ્પદ ગોળીઓ જેનું વજન 29.950 ગ્રામ થાય છે, તે અને મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 100 બેક પેકમાં મૂકેલા હતાં તે કબ્જે લીધા હતાં. એમડી ડ્રગ્સની કિંમત 48 લાખથી વધુ થાય છે, તેવું ક્રાઈમ બ્રાંચનું કહેવું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application