વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા તળાવમાં એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહનો પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા તળાવમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. ત્યારે ફરી છાણી વિસ્તારમાં રામાકાકાની ડેરી પાસે આવેલા તળાવમાં એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકના મૃતદેહને બહાર કાઢયો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ યુવકનું નામ મયુર રાજપુત હોવાનું બહાર આવ્યું છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application