હિંમતનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાંથી બે મહિલાના મૃતદેહો મળ્યા હતા. બંનેના મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયાની માહિતી મળી રહી છે. જેમાં કેટલાક અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે, એક મહિલાએ 10માં માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાનો મૃતદેહ ચોથા માળે જ મળી આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર આ બંને મહિલાઓ સ્ટાફ ક્વાર્ટર્સના બી-1 બ્લૉકના ચોથા માળે સામ સામે રહેતી હતી. જેમાં એક મહિલાનો મૃતદેહ ગ્રાઉન્ડ ફ્લોર પરથી તો બીજી મહિલાનો મૃતદેહ ચોથા માળેથી મળી આવ્યાની માહિતી છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. એક મૃતક મહિલાની ઓળખ છાયાબેન તરીકે જાહેર કરવામાં આવી હતી. આ બંને મહિલાઓ બંને સ્ટાફ નર્સ હોવાની જાણકારી છે. જોકે હજુ સુધી બંને સ્ટાફ નર્સના મોતનું કારણ જાણી શકાયું નથી. આ મામલે બંને મહિલાના મોતની તપાસ અલગ અલગ એંગલથી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application