Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : વાહન અડફેટે અજાણી મહિલાનું મોત

  • February 14, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ગોપાલપુરા ગામે વાહન અડફેટે આવતાં અજાણી મહિલાનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ગોપાલપુરા ગામનાં ચિકારી ફળિયામાંનાં સવિતાબેન બોંદલીયાભાઈનાં ખેતરની સામેથી પસાર થતો સોનગઢ આહવા રોડ ઉપર ગત તારીખ 09/02/2024નાં રોજ મોડી સાંજે એક અજાણ્યા વાહન ચાલક પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક અજાણી મહિલાને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.


જોકે આ અકસ્માતમાં મહિલાને ડાબા પગના ઘુટણના નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જયારે વાહન ચાલક આ અકસ્માત સર્જી પોતાના કબ્જાનું વાહન લઈ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. અકસ્માત અંગે વિનુભાઈ રામસિંગભાઈ વસાવા (રહે.ગોપાલપુરા ગામ, આશ્રમ ફળિયું, સોનગઢ) નાંએ તારીખ 10/02/2024નાં રોજ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News