Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ઉંચામાળા ગામે પ્રાથમિક શાળા સ્થાપના દિવસ અને વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

  • February 13, 2023 

વ્યારાના ઊંચામાળા ગામે ૧૦૨ વર્ષ પહેલાં સ્થાપના થયેલ પ્રાથમિક શાળા ઊંચામાળા મુખ્યમાં સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતોગુજરાત ગુજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ તથા તાપી જિલ્લા  પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના અધ્યક્ષપણા હેઠળ અને સમારંભના ઉદ્ઘાટક ઉપપ્રમુખ તાપી જિલ્લા પંચાયત, બાંધકામ અધ્યક્ષ તાપી જિલ્લા પંચાયત અને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨ અને સમારંભના મુખ્ય મહેમાનો દ્વારા સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી.


અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ ક્ષેત્રે યશસ્વી રીતે શાળા સંકુલ ૧૦૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોય તારીખ ૦૮/૦૨/૨૦૨૩ ના રોજ વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો અને શાળા પરિવાર દ્વારા તેમજ વાર્ષિક ઉજવણી સમિતિના મુખ્ય કન્વીનર આશિષભાઈ બી ચૌધરી એન્જીનીયર (DGVCL ) દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેક કાપીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.






શાળાના બાળકો, જ્ઞાનદીપ હાઈસ્કુલ ગામની બહેનો દ્વારા રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને આમંત્રિત મહેમાનો સહિત પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષકો, તથા નોકરી કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળા અને ગામના વિકાસ માટે ફાળો આપનાર વડીલોનું કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભના મુખ્ય વક્તાઓએ શાળા સંસ્કાર જીવન ઘડતર, આરોગ્ય, શિક્ષણ, સ્કીલ,તેમજ બાળક,શિક્ષક અને વાલી ત્રિવેણી સંગમ તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા, શિક્ષકો અને વાલીની ભૂમિકા તેમજ જ્ઞાન એ અર્વાચીન યુગનું શસ્ત્ર છે.






જેવા વિષયો પર શાળા, વાલીઓને તેમજ ગ્રામજનોને પ્રેરણાત્મક વકતવ્ય આપવામાં આવ્યું હતું અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડવામાં આપ્યું હતું અને અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતાં અલ્કેશભાઈ જી ચૌધરી ગુજરાતમાં ચાલી રહેલ બજેટની કામગીરીને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતાં.





પરંતુ શાળા, વાલીઓ અને ગ્રામજનો માટે પ્રોત્સાહક સંદેશ પાઠવ્યો હતો જેમાં બાળકોના જીવનમાં ઢાળની ભૂમિકા ખુબજ અગત્યની હોય માટે શાળાનાં વિકાસ માટે તથા સારા શિક્ષણ માટે આપણું યોગદાન હોવું જોઇએ. આ સંદેશને શાળાનાં સંસ્મરણ તરીકે રાખવામાં આવશે. જે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને હમેંશા પ્રેરણા આપતો રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application