Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં સુંદરપુર ત્રણ રસ્તા પરથી બે યુવકો દારૂ સાથે ઝડપાયા, એક વોન્ટેડ

  • April 17, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં સુંદરપુર ત્રણ રસ્તા પરથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બે યુવકો ઝડપાયા હતા, જયારે એકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસોને રવિવારનાં રોજ મળેલ ખાનગી બાતમીનાં આધારે સુંદરપુર ત્રણ રસ્તા પર નવાપુરથી આવતાં રોડ ઉપર વાહન ચેકિંગમાં વગર પાસ પરમિટે બાઈક નંબર GJ/26/F/8776 પર પીળા કલરની કોથળીમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.






જોકે પોલીસે બાઈક પર સવાર બંને ઈસમનું નામ પૂછતા ચાલકે પોતાનું નામ ઉમેશ ગાંગીયાભાઈ વસાવા (રહે.જામલી ગામ, નવી ફળિયું, ઉચ્છલ) અને બાઈક પાછળ બેસેલ ઈસમનું નામ રણજીત જમાભાઈ વસાવા (રહે.જામલી ગામ, નવી ફળિયું, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું. તેમજ બંનેને પૂછતા આ દારૂનો જથ્થો નવાપુર ખાતેના એક વાઈનશોપમાનાં ઈસમે ભરાવી આપ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી જયેશભાઈ વળવીની ફરિયાદનાં આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application