Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Ukai : બાઈકની ડીકીમાં દારૂ સંતાડી લઈ જનાર બે યુવકો ઝડપાયા

  • January 12, 2023 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ગુણસદા ગામે નવાગામ ફળિયામાંથી પસાર થતાં જાહેર રોડ ઉપરથી બાઈક ઉપર દારૂનું વહન કરનાર બે યુવકો ઝડપાતા ઉકાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉકાઈ પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી સોમવારનાં રોજ ટાઉન બીટ વિસ્તારમાં પ્રોહી. અંગેની પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક બાઈક ઉપર બે યુવકો બાઈકની ડીકીમાં તેમજ વિમલનાં થેલામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ સોનગઢ ગુણસદા થઈ ઉકાઈ તરફ આવતાં હોવાની બાતમી મળી હતી.



જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસોએ ગુણસદા ગામે નવાગામ ફળિયામાં રોડ ઉપર વળાંકમાં વોચમાં હતા. તે દરમિયાન બાતમી વાળી TVS જ્યુપીટર મોપેડ બાઈક નંબર GJ/26/BG/6725ને આવતાં જોઈ પોલીસે બાઈકને ઉભી રાખવી હતી જોકે પોલીસે બાઈક સવાર બંને યુવકોનાં નામ પૂછતા બાઈક ચાલકે પોતાનું નામ સુનીલ અરવિંદભાઈ રાઠોડ (રહે.દિગસ, ગૌચર ફળિયું, તા.કામરેજ જિ.સુરત) અને પાછળ બેસેલ અજય કેશુભાઈ રાઠોડ (રહે.ઓરગામ, નવ્ય ફળિયું, તા.બારડોલી, જિ.સુરત)નાં હોવાનું જણાવ્યું હતું.




ત્યારબાદ પોલીસે બાઈકના ડીકીનાં ભાગે તેમજ આગળનાં ભાગે મુકેલ વિમલના થેલામાં તપાસ કરતા તેમાંથી વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂ બીયર ટીનની કુલ નંગ 90 બોટલો મળી આવી હતી. આમ, પોલીસે TVS જ્યુપીટર મોપેડ બાઈક, 2 નંગ મોબાઈલ અને ઈંગ્લીશ દારૂ બીયર ટીનની મળી કુલ રૂપિયા 34,000/-નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application