મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં વીરપુર ગામનાં રેલવે ગરનાળા પાસેથી બાઈક ઉપર દારૂ લઈ આવતાં બે યુવકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂનો મુદ્દામાલ ભરી આપનાર અને સારૂ મંગાવનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસોને શનિવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યનાં નવાપુર તાલુકાનાં લક્કડકોટ ખાતેથી બે ઈસમો એક કાળા કલરની હોન્ડા યુનિકોન બાઈક ઉપર પોતાના શરીરે તથા બાઈકમાં ચોરખાનું બનાવી તેમાં ઇંગ્લિશ દારૂ ભરી નીકળેલ છે અને તેઓ નવાપુર લક્કડકોટ ખાતેથી ગામડાનાં રસ્તે થઈ વ્યારા વીરપુર ગામના રેલવે ગરનાળા થઈ હાઈવે રોડ ઉપરથી બારડોલી તરફ જનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો વ્યારાના વીરપુર ગામના રેલવે ગરનાળા ખાતે વોચમાં ઊભા હતા. તે દરમિયાન સોનગઢનાં ચોરવાડ ગામ તરફથી બાતમીવાળી બાઇક નંબર GJ/26/PM/9970 ઉપર બે યુવકો આવતા જોઈ તેઓને ઉભા રાખી બંને યુવકોને ચેક કરતા તેઓએ રેનકોટ પહેરેલ હોય અને તે ખોલી જોતા બંને યુવકોએ પેટનાં ભાગે સેલોટેપથી દારૂ સુગંધી સંતરાની પ્લાસ્ટિકની બાટલીઓ ચોંટાડેલી હતી અને બાઈકનાં પેટ્રોલની ટાંકી નીચે ચોરખાનું બનાવી તેમાં પણ દારૂની બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે બંને યુવકનું નામ પૂછતા ચાલકે તેનું નામ, મેહુલ સુરેશભાઈ ગામીત (રહે.કનાળા ગામ, નદી ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું અને પાછળ બેસેલ યુવકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, કુણાલ નરોત્તમભાઈ ગામીત (રહે.કનાળા ગામ, પીપળા ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે બંને યુવકની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો નવાપુરનાં લક્કડકોટ ખાતેથી સંદીપ વસંતભાઈ ગાવીત (રહે.હીરા ફળિયું, લક્કડકોટ, તા.નવાપુર)નાએ ભરાવી આપેલ હતો અને આ દારૂનો જથ્થો બારડોલી તાલુકાનાં આફવા ગામનાં નવા ફળિયા ખાતે રહેતા ઉકેડભાઈ બાલુભાઈ હળપતિ નાઓને આપવાનો હતો. આમ પોલીસે બાઈક અને વગર પાસ પરમીટે મળી આવેલ દારૂનો જથ્થો તેમજ 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 38,800/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાલ બંને યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે આ કામે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500