તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો મંગળવાર અને બુધવારના રોજ ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. અંગેની પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પહેલા અંધારવાડીનજીક ગામ ખાતે નવા ફળિયામાં રહેતો એક ઈસમ પોતાના ઘરે ઇંગલિશ દારૂનો વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ સ્થળ પર જઈ રેઈડ કરતા એક ઈસમ હાજર મળી આવ્યો હતો જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ સુનિલભાઈ ચુનીલાલ ગામીતના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે તેણે સાથે રાખી તપાસ કરતા ઘરના એક ખૂણામાંથી એક સફેદ કલરના મીણીયા કોથળામાં ઇંગલિશ દારૂની કુલ નંગ 96 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 4,800/- હતી. બીજા બનાવમાં એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીનાં આધારે વ્યારા ચીખલી ગામ તરફથી એક કાળા કલરની વગર નંબરની એકટીવા મોપેડ ઉપર એક યુવક ઇંગલિશ દારૂ ભરીને આવે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો વ્યારાના ચીખલી રોડ ઉપર એમ.બી.પાર્કના ગેટની સામે રોડ ઉપર નાકાબંધીમાં હતા.
તે દરમિયાન બાતમીવાળી નંબર વગરની મોપેડ બાઈક આવતા જોઈ પોલીસે તેને લાકડીનો ઈશારો કરી સાઈડમાં ઉભો રખાવ્યો હતો ત્યારબાદ બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ નીરજ દિલીપભાઈ ગામીત (રહે.અલીફ નગર, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે મોપેડના આગળની ફુટ રેસ્ટની જગ્યાએ જોતા એક મીણીયા કોથળામાં ખાખી પુઠ્ઠાના બોક્સમાં ઇંગલિશ દારૂની કુલ 30 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 3,000/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500