મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં કટાસવાણ ગામની સીમમાં બેડકીનાકા પોઈન્ટ પરથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બસમાં સવાર બે ઈસમો ઝડપાયા હતા, જયારે બે દારૂ ભરી આપનાર અને દારૂ લેનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસોને રવિવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચોપડા (મહારાષ્ટ્ર)થી સુરત જતી ગુજરાત રાજ્યની સરકારી બસ નંબર GJ/18/Z/8254માં બે ઈસમો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ લઈ બસમાં બેસેલ છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો કટાસવાણ ગામની સીમમાં બેડકીનાકા પોલીસ નાકા પોઈન્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા.
તે દરમિયાન નવાપુર તરફથી બાતમીવાળી ચોપડાથી સુરત જતી ગુજરાત રાજ્યની બસ નંબર GJ/18/Z/8254ને આવતાં જોઈ પોલીસે લાકડીનાં ઈશારે રોડની સાઈડમાં ઉભી રખાવી હતી. ત્યારબાદ પોલીસે બસની અંદર ચેકિંગ હાથ ધરતા બે ઈસમોનાં બેગ ચેક કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે બંને ઈસમોને બસમાંથી નીચે ઉતારી તેમના નામ પૂછતા પહેલાએ સાગર રાજકુમાર કુકરેજા (ઉ.વ.25., રહે.કવરામ ચોક નજીક સિંધી કોલોની, ભુસાવલ, જિ.જલગાંવ) અને બીજાનું નામ ભારત તેજુપાલ સાસનાની (ઉ.વ.30., રહે.સિંધી કોલોની, ચોપડા રોડ, ગુરૂનાનક નગર, અમલનેર, જિ.જલગાંવ)નાં હોવાનું જણાવ્યું હતું.
આમ, પોલીસે વગર પાસ પરમીટે બંને ઈસમો પાસેથી ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ 48 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 25,950/- અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 35,950/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આ ગુના સંદર્ભે પોલીસે પ્રોહી. મુદ્દામાલ ભરાવી આપનાર જયેશ રાજેશ રૂપચંદ (રહે.જૂની સિંધી કોલોની, નંદુરબાર, મહારાષ્ટ્ર) અને પ્રોહી. મુદ્દામાલ લેનાર સુરત ખાતે રહેતો એક અજાણ્યા ઈસમ જેનું નામઠામ ખબર નથી તેઓ બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસ કર્મચારી યાબેશભાઈ કોકણીની ફરિયાદનાં આધારે ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500