Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ઉનાઈનાકા પાસેથી ટેમ્પોમાં ભેંસો ભરી લઈ જતાં બે ઈસમો ઝડપાયા, એક વોન્ટેડ

  • April 19, 2024 

વ્યારાનાં ઉનાઈનાકા પાસેથી ગૌરક્ષકદળનાં કાર્યકરોએ પશુઓનું ગેરકાયદેસર વહન કરતાં આઇસર ટેમ્પોને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. આમ, પોલીસે ટેમ્પોમાંથી કુલ રૂપિયા 8.75 લાખનાં મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારાનાં ઉનાઈનાકા પાસેથી તારીખ 18/04/2024નાં રોજ આઇસર ટેમ્પો નંબર GJ/26/U/6591 તથા જેની આગળ પાયલોટિંગ કરતી બાઇક નંબર GJ/19/R/4239ને ગૌરક્ષકદળના કાર્યકરો ઝડપી પાડી જેઓને વ્યારાના પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા. તેમજ આઇસર ટેમ્પોમાં વગર પાસ પરમીટે તથા ખીંચોખીચ ભેંસો ભરવામાં આવી હતી.


તેમજ ટૂંકી દોરીથી બાંધેલ તથા ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના કે પ્રાથમિક સારવારના સાધનો ન રાખી અને કોઈ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વગર ભેંસોને લઈ જવામાં આવતી હતી. આમ, પોલીસે ટેમ્પોમાંથી 16 ભેંસો જેની કિંમત રૂપિયા 1.60 લાખ હતી, તેમજ આઈસર ટેમ્પો જેની કિંમત રૂપિયા 7 લાખ અને બાઇક જેની કિંમત રૂપિયા 15,000/- મળી કુલ રૂપિયા 8,75,000/-નાં મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક ફારૂક હનીફ આલીશર (રહે.પેટ્રોલ પંપની સામે, જેસીંગપુરા, તા.વ્યારા) અને હનીફ ચાંદા અલીસર (રહે.પ્રાથમિક શાળા પાસે, તબેલા ઉપર, ગડત, તા.વ્યારા)નાઓની ધરપકડ કરી હતી, જ્યારે ટ્રકમાં ભેંસો ભરાવી આપનાર સિધ્ધ્કભાઈ ચાંદાભાઈ અલીસર (રહે.જેસીંગપુરા, તા.વ્યારા)નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application