મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં પાનવાડી નજીક આવેલ કેનાલ પાસે કાર અડફેટે આવતાં બાઈક સવાર એક મહિલા સહીત બે જણા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણનાં ગોડાઉન ફળિયામાં રહેતા રાકેશભાઈ સોમભાઈ ચૌધરી નાંઓ ગત તારીખ 21/૦૩/2024નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/J/2474 પર પોતાની સાસુ રીતાબેન મણીલાલભાઈ ચૌધરી નાંઓની સાથે વ્યારા કાર અર્થે આવતાં હતા.
તે સમયે વ્યારા પાનવાડી નજીક આવતાં સામેથી એક કાર નંબર GJ/05/JE/9500નો ચાલક તપનકુમાર ભીખુભાઈ પટેલ (રહે.મગદલ્લા, વી.આ. મોલની નજીક, પાદર સ્ટ્રીટ મહોલ્લો, સુરત) નાઓએ પોતાના કબ્જાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અને કેનાલ રોડ તરફ એકદમ વાલીએ દેતા રાકેશભાઈની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જયારે આ અકસ્માતમાં બાઈક ચાલક રાકેશભાઈને જમણા પગે નળાનાં ભાગે ફેકચર કરી તથા શરીરે મૂઢ કરી તેમજ તેમના સાસુ રીતાબેન નાંઓને પણ ડાબા હાથમાં અને બંને પગમાં મૂઢ ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે રાકેશભાઈ ચૌધરી નાંએ વ્યારા પોલીસ મથકે કાર ચાલક સામે 04/04/2024નાં રોજ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500