Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં માંડલ ટોલ નાકા પાસેથી બાઈક પર દારૂનું વહન કરનાર બે ઝડપાયા, બે વોન્ટેડ

  • June 27, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં માંડલ ટોલ નાકા પાસેનાં સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-53 ઉપરથી વગર પાસ પરમિટે બાઈક પર દારૂનું વહન કરતા નવાપુર ખાતેના બે ઈસમો ઝડપાયા, જયારે બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે રેઈડ માટે નીકળ્યા હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ તરફથી માંડલ ટોલ નાકા તરફ એક બાઈક સવાર અને તેની પાછળ બેસેલ ઈસમ પોતાની બાઈકમાં ચોરખાનું બનાવી પ્રોહી. મુદ્દામાલ લાવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો માંડલ ટોલ નાકા પાસે છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન સોનગઢ તરફથી બાઈક નંબર GJ/26/AC/0770ને આવતાં જોઈ હાથનો ઈશારો કરી રોડની સાઈડમાં ઉભી રાખવી હતી અને પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, રાજુભાઈ કાત્યાભાઈ માવચી (ઉ.વ.44) અને પાછળ બેસેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, વિપુલભાઈ જાલમસિંગભાઈ માવચી (ઉ.વ.25., બંને રહે.ઝામણઝર, દાદરી ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું.



ત્યારબાદ પોલીસે બાઈકની ડીકી ખોલી જોતા તેમાં બનાવેલ ચોરખાનામાંથી કાપડની થેલીમાં દેશી દારૂ સુગંધી સંત્રાની કુલ 192 નંગ બોટલો મળી આવી હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, નવાપુરનાં મચ્છી માર્કેટમાં આવેલ દેશી દારૂનાં શોપમાંથી મુકેશ ઈશ્વર જેસવાલ અને દારૂ મંગાવનાર અશોક ચૌધરી (રહે.ભટવાલ ગામ, તા.બારડોલી, જિ.સુરત)ના હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે બાઈક, 2 નંગ મોબાઈલ અને દેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 40,600/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બે ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application