Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનાં મોદલા ગામે દીપડાએ બે બકરીનો શિકાર કરતા પશુપાલકોમાં ડરનો માહોલ

  • July 05, 2024 

કુકરમુંડા તાલુકાનાં મોદલા ગામે દીપડાએ કોઢારમાં ઘૂસીને બે બકરીનો શિકાર કરતા પશુપાલકોમાં ડરનો માહોલ નજીકનાં ગામમાં પણ થોડા દિવસ પહેલા આવો બનાવ બન્યો હોવાથી પાંજરું મુકવાની માંગ થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકાનાં મોદલા ગામે ગતરોજ વહેલી સવારે ઝાડી ઝાંખરામાંથી શિકારની શોધમાં આવેલા દીપડાએ પશુપાલક ઉદેસીંગભાઈ લાખાભાઈ પાડવીના ઘરના કોઢારમાં બાંધેલી બે બકરીનો શિકાર કર્યો હતો. ત્યારબાદ ફરી દીપડો ફરાર થઈ ગયો હતો. તે દરમિયાન થોડા દિવસ પહેલા નજીકનાં તુલસા ગામે પણ પશુ પાલકને ત્યાં દીપડાએ મૂંગા પશુનો શિકાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application