મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલ તાલુકાનાં કુઈદા ગામ અને ચઢવાણ ગામમાંથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકડા ઉપર હારજીતનો જુગાર રમાડનાર બે ઝડપાયા હતા, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળેલા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુઈદા ગામમાં એક ઈસમ જાહેર રોડ ઉપર ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકડા ઉપર હારજીતનો જુગાર રમાડે છે.
જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર જઈ એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જોકે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, 22 વર્ષીય મેહુલભાઈ દાસુભાઈ વસાવા (રહે.આરકાટી ગામ, બસ સ્ટેશન ફળિયુ, ઉચ્છલ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમ પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો લખેલ બે ડાયરીઓ મળી આવી હતી. આમ પોલીસે જુગારનાં સાધનો સહિત રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જોકે વધુ પૂછતા તેણે જણાવ્યું હતું કે, સદર લખેલ મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો લખી લઈ સુજીત ઉર્ફે ગોલુ રોહિત અગ્રવાલ (રહે.ઉકાઈ વર્કશોપ બજાર, તા.સોનગઢ)નાંને આપતો હોવાનું જણાવતા પોલીસે સદર ગુનાનાં કામે સુજીત ઉર્ફે ગોલુને વોન્ટેડ જાહેર કર્યો હતો.
જ્યારે બીજા બનાવમાં મળેલ બાતમીનાં આધારે ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો ચઢવાણ ગામમાં એક ઈસમ દવાખાના ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર જઈ કોર્ડન કરી એક ઈસમને ઝડપી પાડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, 41 વર્ષીય આનંદભાઈ ફુલસિંગભાઈ વસાવા (રહે. ચઢવાણ ગામ, દવાખાનું ફળિયું, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ઈસમ પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં બજારનાં આંકો ઉપર હારજીતનો જુગાર રમી રમાડી જુગારનાં સાધનો જેમાં આંકો લખેલ કાપલીઓ, બોલપેન, કાર્બન પેપર, નાની-મોટી કોરી કાપીઓ, પેપર પેડ કેલ્ક્યુલેટર, રોકડ રૂપિયા અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 7,130/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જ્યારે સદર ગુનામાં સામેલ દિપક જીવાભાઈ વસાવા (રહે.મોહપાડા ગામ, તા.ઉચ્છલ)નાંને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500