ઉખલદા ગામમાંથી વહેતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં શુક્રવારનાં રોજ સુરતમાં રહેતા અને મૂળ બેડકુવાદુરનાં રહીશ તથા તેમના બે દીકરા તેમજ અન્ય નહેરમાં નાહવા ગયા હતા. તે દરમિયાન તેમનો 15 વર્ષે દીકરો તણાવવા લાગતા જેને બચાવવા મોટો ભાઈ પણ પાણીમાં તણાઈ ગયો હતો. જોકે બંનેનાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કાકરાપાર પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, વ્યારાનાં બેડકુવાદુરનાં ગામનાં જૂની આશ્રમ પાસે રહેતા હરીશભાઈ મુકુંદભાઈ ગામીત (રહે. શ્રીજી પ્રાર્ક સોસાયટી, લક્ષ્મીકાંત આશ્રમ રોડ, રાશિ સર્કલ પાસે, કતારગામ, સુરત) અને તેમના બે દીકરા કૃણાલ હરીશભાઈ (ઉ.વ.22) અને આયુષ હરીશભાઈ (ઉ.વ.15) તથા લોકો સાથે તા.14/4/23 નાંરોજ સોનગઢનાં ઉખલદા ગામમાંથી વહેતી ઉકાઈ ડાબા કાંઠા નહેરનાં પાણીમાં નાહવા ગયા હતા.
તે વખતે આયુષનો પગ અચાનક લપસી જતાં તેને બચાવવા માટે તેના મોટાભાઈ કૃણાલે હાથ પકડતા બંને ભાઈઓ નહેરમાં પડતા ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. જયારે સગા ભાઈઓ એક સાથે નહેરમાં તણાતા જેઓની શોધખોળ શરૂ કરવામાં આવતા શનિવારનાં રોજ બપોર વ્યારાનાં ઉંચામાળા ગામનાં દેવાણી ફળિયાની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરના પુલની ઉપરના ભાગે નહેરનાં પાણીમાંથી નાનો દીકરા આયુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળે એફ.એસ.એલ.ની ટીમ પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. કાકરાપાર પોલીસ મથકે હરીશભાઈ ગામીતએ ઘટનાની જાણ કરી હતી. જ્યારે કૃણાલનો મૃતદેહ સોનગઢનાં ધજાંબા-વેલઝરમાંથી વહેતી નહેરમાંથી મળી આવતાં સોનગઢ પોલીસનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500