મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા તાલુકાનાં કરંજવેલ ગામની સીમમાંથી પસાર થતો વ્યારાથી ભેંસકાતરી તરફ જતાં રોડ ઉપર કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક સવાર ત્રણેય યુવકો ઈજાગ્રસ્ત થતાં કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કરંજવેલ ગામની સીમમાંથી પસાર થતો હેત્વી સખી મંડળ નાહારી કેન્દ્રથી થોડે દુર વ્યારાથી ભેંસકાતરી તરફ જતાં રોડ ઉપર રવિવારનાં રોજ બપોરનાં સમયે વિરેન્દ્રકુમાર છોટાબાબુ ખંગાર (રહે.ડ્રીમ હોમ સોસાયટી, કાનપુર, વ્યારા)નાએ પોતાના કબ્જાની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર નંબર GJ/26/AB/5169ને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી વાહનોને ઓવરટેક કરતા હતા. તે દરમિયાન હીરો હોન્ડા કંપનીની સીડી ડીલક્ષ બાઈક નંબર GJ/19/N/6374ની સામેની બાજુએથી અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક જયેશભાઈ સંજયભાઈ પવાર (ઉ.વ.17., રહે.દરડી ગામ, ડુંગરી ફળિયું, તા.વઘઈ, જિ.આહવા) અને બાઈક ચાલકની પાછળ બેસેલ વિપુલભાઈ જશવંતભાઈ પવાર (ઉ.વ.18., રહે.સાવરખડી ગામ, ડુંગરી ફળિયુ, તા.વઘઈ, જિ.ડાંગ)ને શરીરે બંને પગે ફેક્ચર થયેલ હોય તેમજ વિપુલની પાછળ બેસેલ સમીરભાઈ સુનિલભાઈ પવાર (ઉ.વ.17., રહે.દરડી ગામ, ડુંગળી ફળિયું, વઘઈ. જિ.ડાંગ)નાઓના શરીરને ડાબા પગે ઘૂંટણથી નીચેના ભાગે ફેક્ચર થયું હતું. આમ આ અકસ્માત ત્રણેય યુવકોને નાની-મોટી ઈજા થઈ હતી. બનાવ અંગે બેબીબેન જશવંતભાઈ પવારની ફરિયાદના આધારે વ્યારા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500