Manisha S. Suryavanshi/Tapi : સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારનાં રોજ પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સફેદ કલરની ક્રેટા કાર નંબર GJ/01/HV/6884માંથી ત્રણ ઈસમોને ભારતીય બનાવટનો દેશી દારૂ સુગંધી સંતરાની પ્લાસ્ટિકની કુલ 960 નંગ બોટલો મળી આવી હતી.
જોકે પોલીસે ત્રણેય ઈસમોનાં નામ પૂછતા પહેલાએ તેનું નામ, અસમત ઉર્ફે મોન્ટુ ગુલામભાઈ વોરા (રહે.શક્તિ નગર સોસાયટી, સોનગઢ), બીજાનું નામ મુકેશ કાશીરામભાઈ વળવી (રહે.કરંજવેલ ગામ, નિશાળ ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર) અને ત્રીજાનું નામ, શૈલેશ સુરેશભાઈ વળવી (રહે.ઉમરાણ ગામ, દેવલ ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું, જયારે દેશી દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર લિસ્ટેડ બુટલેગર વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઈ પાટીલ (રહે.સોનગઢ)નાને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે દેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 48,000/-, કાર અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 5,53,000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ ત્રણેય ઈસમો સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500