મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ તાલુકાનાં ગવલણ ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાંથી સોનગઢ પોલીસે એક બોલેરો ટેમ્પોમાં એક ગાય, એક બળદ અને એક વાછરડો મળી કુલ ત્રણ પશુઓ ખીચોખીચ ભરેલ હાલતમાં મળી આવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મહારષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં અક્ક્લકુવા તાલુકાનાં તાલંબા ગામે રહેતા હસીનભાઈ ભીમસિંગભાઈ પાડવી, સુભાષભાઈ પુંજરીયાભાઇ વળવી અને કીર્તિકુમાર શિવાજીભાઈ પાડવી જે ત્રણેય ઈસમો પોતાના કબ્જાનો બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ/22/U/3256માં ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગરના હુકમ ક્રમાંકથી તથા પશુપાલન નિયામકની કચેરી ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક બજાર નિયંત્રણના પરિપત્ર આધારે ગુજરાતમાંથી અન્ય કોઈપણ રાજ્યમાં દુધાળા પ્રાણીઓ તથા ભેંસોની હેરાફેરી નિકાસ કે મોકલવા પર પ્રતિબંધ હોવા છતાં બોલેરો ટેમ્પોમાં એક ગાય, એક બળદ અને એક વાછરડો મળી કુલ ત્રણ પશુઓ ખીચોખીચ ભરી હેરાફેરી કરી બોલેરોમાં મળી આવ્યા હતા.
આમ પોલીસે બોલેરો ટેમ્પો અને ત્રણ પશુઓ મળી કુલ રૂપિયા 2,75,000/- મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ગાય,બળદ અને વાછરડાને ભરાવી આપનાર ગોવિંદભાઈ જીરિયાભાઈ વસાવા (રહે.સેરૂલા ગામ, મુનકિયા ફળિયું, તા.સોનગઢ) તેમજ અક્કલકુવા ખાતે રહેતો યુસુફ ઉર્ફે કાળીયો લેનાર હોય જે આ ગુનામાં બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જયારે આ ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500