મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં બેસનિયા ગામનાં દાદરી ફળિયા પાસે આવેલ જંગલમાંથી જુગાર રમતા ત્રણ જુગારીઓ રંગે હાથ ઝડપાયા હતા, જ્યારે પોલીસ રેઈડ જોઈ ભાગી છુટેલ પાંચ જુગારીઓને વોન્ટેડ જાહરે કરવામાં આવેલ હતા. મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફનાં માણસોને તારીખ 15/04/2023નાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોલવણ તાલુકાનાં બેસનિયા ગામનાં દાદરી ફળિયા પાસે આવેલ જંગલમાં જતાં એક કાચા રસ્તાએ આગળ જતાં એક ઝાડ નીચે કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી જુગારનાં પાનાથી તીન પત્તીનો પૈસા વતી હાર જીતનો જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે સ્થળ ઉપર જઈ રેઈડ કરતા કેટલાક ઈસમો પોલીસને જોઈ બેસનિયા ગામનાં જંગલ તરફ ભાગવા જતાં ત્રણ ઈસમો ઝડપાયા હતા. જયારે કેટલાક જુગારીઓ ભાગી જતાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે અંગ જડતી દરમ્યાન રોકડ તથા પટ પરથી મળી આવેલ પાના, બોલપેન, નોટબુક, રોકડ રૂપિયા તેમજ નંબર વગરની ડિયો મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 11,020/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ તમામ જુગારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ...
1.લાલસિંગ ઉર્ફે લાલુ કનુભાઈ ચૌધરી (રહે.કણધા ફળિયા, અંધારવાડીદુર ગામ, તા.ડોલવણ),
2.પરેશ રમણભાઈ કોંકણી (રહે.વચલું ફળિયું, બેસનિયા ગામ, તા.ડોલવણ),
3.પ્રતિક મુળજીભાઈ કોંકણી (રહે.વચલું ફળિયું, બેસનિયા ગામ, તા.ડોલવણ).
વોન્ટેડ જુગારીઓ...
1.જયેશ જીવણભાઈ કોંકણી (રહે.વચલું ફળિયું, બેસનિયા ગામ, તા.ડોલવણ),
2.વિશાલ રામુભાઈ ભીલ (રહે.બેસનિયા ગામ, તા.ડોલવણ)
3.વિજય કરશનભાઈ કોંકણી (રહે.વચલું ફળિયું, બેસનિયા ગામ, તા.ડોલવણ),
4.કાર્તિક અજીતભાઈ ચૌધરી (રહે.અંધારવાડીદુર, તા.ડોલવણ) અને
5.પકો ઉર્ફે પ્રતિક છનાભાઈ ગામિત (રહે.ઓલણ નદી ફળિયા, વાંકલ ગામ, તા.ડોલવણ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500